અમારી મૂળભૂત વિચારપ્રણાલી
“બાળકની આંતરિક શક્તિઓને વિકસાવી માનવીય મૂલ્યોનું જતન કરી સમાજ સાથે તાદાત્મ્ય સાધવું” – અમારું ધ્યેય
“બાળકની સફળતાનો આદર કરી તેનો સર્વાંગી વિકાસ કરવો” – અમારી દીર્ઘદ્રિષ્ટિ
અમારા સ્થાપક પિતાના સૂત્રો:
“કર ભલા હોગા ભલા – પૂ. છગનભા”
“શિક્ષણ એ જ સાચી સેવા – પૂ. માણેકલાલ સાહેબ”
અમારો અભિગમ
જે.બી. પ્રાથમિક શાળા એ માત્ર છોકરાઓની(બોયઝ) શાળા છે. ગાંધીનગર સેક્ટર-૨૩ માં આવેલ ૫ થી ૧૩ વયના છોકરાઓ માટેની સર્વોત્તમ ડે અને બોર્ડિંગ પ્રાથમિક શાળા છે. અમારી શાળા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રો ભલે ગાંધીનગરમાં રહેતા હોય કે નજીક કે દૂરના ગ્રામીણ વિસ્તારથી હોય,એવા વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારને એક ઉત્કૃષ્ટ કૌટુંબિક વાતાવરણ સાથે અમો સ્વાગત કરીએ છીએ. શૈક્ષણિક સફળતાની સાથે જીવનનાં મૂલ્યો પણ ખીલે તેવી પ્રવૃત્તિઓમાં સામેલગીરી કરી વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસને ભારપુર્વક સમર્થન આપીએ છીએ.

ટેક્નોલોજી શિક્ષણ ને વધુ અર્થપૂર્ણ અને મનોરંજક બનાવવામાં મદદ કરે છે. સાથે સાથે મોબાઇલ એપ દ્વારા વિદ્યાર્થીઓની હાજરી, હોમાવોર્ક અને શાળાકીય પ્રવૃત્તિઓની માહિતી વાલીઓ સુધી પોહોંચેં છે.

શિક્ષકો અને વાલીઓ દ્વારા નિયમિત થતી વાલીમિટિંગ વિદ્યાર્થીઓને પ્રગતિ કરવામાં મદદરૂપ થાય છે.અમારી હોસ્ટેલ સુવિધાઓ ઉચ્ચ કક્ષાની છે જે વિદ્યાર્થીઓને સ્વચ્છ, સુરક્ષિત અને શાંત વાતાવરણ પૂરું પાડે છે.

અમારી અટલ ટિન્કરિંગ લેબ, આઇ.એસ. ટ્રેનિંગ સેન્ટર, લલિતકલા, ટૉયહાઉસ, સાયન્સ ઝોન, ક્રિએટિવ ઝોન, એડવેન્ચર ઝોન જેવી સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓ ઉત્તમ જ્ઞાન સાથે સર્વાંગી વિકાસ સાધે છે

વર્ગખંડો તથા સંપૂર્ણ કેમ્પસ સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ, આકસ્મિક સમયે તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા છે..
અમારો હેતુ
તમારા બાળકને ક્યાં શિક્ષણ આપવું તે નિર્ણય એ એક મહત્વપૂર્ણ બાબત છે જે તમે માતાપિતા તરીકે લેશો. અમારી શાળા પસંદ કરતી વખતે, તમે ખાતરી કરી શકો છો કે તમારું બાળક નહીં કે ફક્ત એક ઉત્તમ શિક્ષણ જ પ્રાપ્ત કરશે, પરંતુ તેઓ શિક્ષકોની એક ટીમ દ્વારા પ્રેરિત અમારી ઉમદા વિચારધારા નો અમૂલ્ય ભાગ બનશે.
વર્તમાન COVID-19 વૈશ્વિક રોગચાળાને લીધે, અમે શૈક્ષણિક સંચાલન યૂટ્યૂબ વિડિઓઝ દ્વારા પણ કરી રહ્યાં છીએ. બાળકો તથા તેમના વાલીઓ નો સકારાત્મક પ્રતિસાદ અમને ખુબ પ્રેરિત કરી રહ્યા છે.
અમારા તેજસ્વી તારલા!
શ્રી માણેકલાલ પટેલ સ્કોલરશિપ
ઉજવાતા ઈવેન્ટ્સ અને ન્યૂઝ
પ્રવેશ પ્રક્રિયા
અમે હાલમાં ૨૦૨૦ શૈક્ષણિક વર્ષ માટે ગ્રેડ ૧ થી ૮ તરફથી અરજીઓ સ્વીકારી રહ્યા છીએ.
અમારી ઓનલાઇન એપ્લિકેશન પૂર્ણ કર્યા પછી તમને પુષ્ટિ ઇમેઇલ પ્રાપ્ત થશે.
તમારા ઓળખપત્રો અને વિગતોનો ઉપયોગ કરીને તમારી એપ્લિકેશન પૂર્ણ કરો
કોઈ પણ ઈનક્વાઇરી વિષે અમારો સંપર્ક કરવા માટે
