સર્વ વિદ્યાલય કેળવણી મંડળ માં આપનું સ્વાગત છે!

સર્વ વિદ્યાલય કેળવણી મંડળનો એકમાત્ર હેતુ શિક્ષણની નવી રીત, અભ્યાસની નવી શાખાઓ અને ભણતરની નવી રીતોને અનુરૂપ છે.

અમારું સૂત્ર

“કર ભલા, હોગા ભલા”    “શિક્ષણ એજ સાચી સેવા”

વીસમી સદીના પ્રારંભ કાળમાં પાટીદાર સમાજ જ્યારે અંધકાર અને કુરિવાજ માં બરાબર જકડાયેલો હતો ત્યારે, શ્રી છગનલાલ, પુરુષોત્તમદાસ, શ્રી નગીનભાઇ અને સમાજના અન્ય આગેવાનોએ સમાજને કપરી પરિસ્થિતિમાંથી ઉગારી લેવાનું બીડું ઝડપ્યું. ૮મી જૂન ૧૯૧૯ ને રવિવારે ‘શ્રી કડવા પાટીદાર ઉત્તેજક મંડળ’ની સ્થાપના કરવામાં આવી. ૧૬ રૂપિયાની મૂડી અને ૬ વિદ્યાર્થીઓ થી શરૂ કરેલ શાળામાં પ્રતિવર્ષ સંખ્યા વધતી ગઈ અને શુભેચ્છકો તરફથી દાન મળતું રહ્યું. સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળે તે માટે ‘શ્રી કડવા પાટીદાર ઉત્તેજક મંડળ’ નામ બદલવાની જરૂર ઊભી થઈ. આ કારણે ૧૯૩૫માં “સર્વ વિદ્યાલય કેળવણી મંડળ”ની સ્થાપના થઈ.